છોટાઉદેપુર જિલ્લાના ધર્મ અને ઉત્સવ પ્રિય એવા બોડેલી નગરમાં છેલ્લા આઠ-આઠ દિવસોથી ઉજવાઈ રહેલા જૈન સમાજના પવૉધિરાજ પર્યુષણ મહાપર્વની જૈન સમાજના ભાવિક ભક્તો દ્વારા ભક્તિભાવ અને હર્ષોલ્લાસભેર શાનદાર ઉજવણી સંપન્ન થતાં આજે ભાદરવા સુદ પાંચમ ના દિવસે વર્ષો વર્ષની જેમ પરંપરા મુજબ બોડેલી નગરના માર્ગો પર ભગવાન મહાવીર સ્વામીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા બોડેલીની શિરોલાવાલા સ્કૂલ સામે નાં જૈન દેરાસરથી નીકળી અલીપુરા ચાર રસ્તા થઈ પરત ફરી ત્યારે શોભાયાત્રામાં બોડેલી અલીપુરા અને ઢોકળીયા સહિત આસપાસના 60 ઉપરાંત ગામોમાં વસતા ક્ષત્રિય જૈન સમાજના શ્રાવક – શ્રાવિકા ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ગામેગામ થી ભજન મંડળીઓ બેન્ડવાજા સહિત ટ્રેક્ટરો સાથે જોડાતા આખાય નગરમાં જાણે માનવ મહેરામણ નું કીડીયારું ઉભરાયેલું જોવા મળ્યું હતું અને વજન મંડળીઓ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના ભજન કીર્તન ની ભારે રમઝટ બોલાવી વાતાવરણને મહાવીરમય બનાવી દીધું હતું
નયન રમ્ય ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રાની સાથે સાથે ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નને પણ ચાંદીમાં કંડારેલા સ્વરૂપો સાથેની શોભા યાત્રાએ નગરજનોમાં એક આગવું આકર્ષણ જમાવ્યુ હતું
આજે પર્યુષણ મહાપર્વના સમાપન નિમિત્તે જૈન સમાજ દ્વારા પરંપરાગત રીતે નીકળતી ભગવાનની રથયાત્રા દરમિયાન બોડેલી નગરના મુખ્ય માર્ગોની બંને તરફ વિવિધ પ્રકારના રમકડા ખાણીપીણીની લારીઓ-દુકાનો સહિત વિવિધ જાતની ચીજ વસ્તુઓ ના પથારા દૂર દૂરથી આવેલા નાના વેપારીઓ દ્વારા ગઈકાલ રાતથી જ લગાવી દીધા હોય આજે નગરમાં એક મેળા જેવો માહોલ બન્યો હતો.
ભાદરવા સુદ પાંચમના દિવસે વર્ષોથી યોજાતા આ મેળાને લોકો પાંચિયાના મેળા તરીકે પણ ઓળખે છે અને સાંજના સમયે બહારથી આવેલા લોકો પરત પોતાના ગામ ફરી ગયા બાદ નગરના લોકો પણ આ મેળા નો લાભ લેવા નીકળતા હોય છે આજે સમગ્ર દિવસ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવનાર બને તે માટે બોડેલીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશ્વિન સરવૈયા સાથે પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


