Gujarat

બોડેલી નગરમાં રખડતા ભૂંડોનો ત્રાસ ગતરોજ બોડેલીની એક સોસાયટીમાં લગ્નની જમનવારીમાં ઘૂસી ગયેલા ભૂંડો ને લઈ ભાગદોડ નથી જવા પામી હતી

બોડેલી નગરમાં રખડતા ભૂંડોનો ત્રાસ ગતરોજ બોડેલીની એક સોસાયટીમાં લગ્નની જમનવારીમાં ઘૂસી ગયેલા ભૂંડો ને લઈ ભાગદોડ નથી જવા પામી હતી તેમજ લગ્નમાં આવેલા કેટલાક સગા વહાલાઓના ભૂંડોએ કપડાં પણ બગાડ્યા હતા
      બોડેલી નગરમાં જ્યાં જુઓ ત્યાં ભૂંડો ફરતા નજરે પડે છે જેને લઇ હાલ ચાલી રહેલી લગ્નસરાની મોસમમાં બોડેલી નગરની એક સોસાયટીમાં ગતરોજ બપોરના સમયે લગ્નના જમનવારી ની લીજ્જત માની રહેલા સગા વાલાઓ વચ્ચેથી ભૂંડનું ટોળું નીકળતા દોડધામ મચી ગઈ હતી અને લગ્નમાં આવેલા કેટલાકના કપડા પણ ભૂંડોએ બગાડ્યા હતા જેથી બોડેલી નગરમાં ભૂંડો ને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો હતો
                               BOX
       બોડેલી નગરમાં ફરતા ભૂંડોને ને લઈ બોડેલી નગરમાં ઠેર  ઠેર ગંદકી જોવા મળી રહી છે અલીપુરા ચાર રસ્તા પાસેથી પસાર થતા હરખલી કોતરમાં પણ આખો દિવસ આ ભૂંડોનો જમાવડો જોવા મળે છે કાદવ કિચનમાં આરોટી ભૂંડો એક સાથે જૂથમાં બોડેલી નગરની ગલીઓમાં નીકળી પડે છે જેથી નગરમાં ખરીદી કરવા અર્થે આવેલા ગ્રામીણ વિસ્તારના ગ્રામજનોના પણ કેટલીય વાર આ ભૂંડોના અડવાથી કપડા બગડે છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221211-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *