Gujarat

બોડેલી નજીક કકરોલીયા પાસે પંચમહાલ જિલ્લાની હદ માં આવતીકાલે બપોરે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની જાહેર સભા યોજાનાર છે. ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લા કે અન્ય જિલ્લા માટે વધુ સહાય ની જાહેરાત થશે તે ચર્ચા નો વિષય બન્યો

અગાઉ બોડેલીમાં જાહેર થયેલી સભા માટે કરોડો રૂપિયાની સહાય જાહેર થવાની હતી હવે પંચ મહાલ જિલ્લા માં યોજાનારી સભા માટે સહાયની વહેચણી થઈ જશે તેમ ચર્ચાઈ રહ્યું છે.
 બોડેલી નજીક કકરોલીયા ભક્ત ઈંગ્લીશ સ્કુલ નુ સંકુલ અને વિશાળ જગ્યા તંત્ર એ સભા પૂરતી કબ્જે લઈ ને વિસ્તારની કાયાપલટ કરી દીધી છે. ત્રણ મોટા ડોમ ઉભા કરી 50 હજાર થી વધુ જન મેદની બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. બોડેલી અને જાંબુઘોડા તરફ થી આવતા વાહનો માટે નજીક ના ખેતરો માં પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. ખાડા ટેકરા વાળી જમીન અને બાવળિયા ઊગ્યા હતા તે જગ્યા ને સમતળ કરી ડામર ના રસ્તા બનાવી જગ્યા ચોખી કરી દીધી છે. ગુજરાત વિધાન સભા ની ચૂંટણી નુ જાહેર નામુ બહાર પડે તે પહેલા ની પી એમ ની સભા ખૂબ મહત્વ ની બની રહેશે. બોડેલી નજીક કકરોલીયા પાસે પંચમહાલ જિલ્લાની હદ માં આવતીકાલે બપોરે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની જાહેર સભા યોજાનાર છે. ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લા કે અન્ય જિલ્લા માટે વધુ સહાય ની જાહેરાત હાય એવી સંભાવના
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221030-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *