Gujarat

બોડેલી નજીક  મોડાસર ચોકડી પાસેથી બોડેલી પોલીસે બાતમી ને આધારે વોચ ગોઠવી પાસ પરમીટ વિના  લઈ જવાતા 11 ગાય અને વાછરડા સાથેની  ટ્રક ઝડપી પાડી હતી. તેની સાથે ચાલક સહિત ત્રણ ઈસમ અને  11 લાખ 82 હજાર નો મુદ્દા માલ જપ્ત કરી ને બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

    પી.એસ.આઈ, વીં એન પ્રજાપતિ એ ગૌ વંશ ભરેલી ટ્રક  પકડી હોવાની માહિતી મળતા બોડેલી પોલીસ  મોડાસર ચાર રસ્તા પાસે પહોંચી હતી. ત્યાં  ટ્રક નં.  HR 57 A 5609 માં તપાસ કરતા  થી ટૂંકા દોરડા થી કુરતા પૂર્વક બાધેલ એચ એફ જાતિ ની 9 ગાય અને  2 વાછરડા મળી આવયા હતા. ટ્રક માં સવાર ત્રણ ઈસમ બાલાકાર સિંહ  બાજીગર રહે. ખુઇયા માલકાના જિલ્લો સીરસા હરિયાણા. સોનુ સુરજીત  રહે લોગલ્લા જી. હનુમાનગઢ રાજસ્થાન. હર્ષીરામ  બાજીગર રહે. ખુઇયા મળકાણા જી સિરસા હરિયાણા ની ધરપકડ કરી કુલ 11 લાખ 82 હજાર નો મુદામાલ જપ્ત કરી બોડેલી પોલિસે ત્રણ ઈસમો ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ઘરી હતી. ગાયોને નજીક ના પાંજરા પોળ માં મોકલી અપાઈ હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221110-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *