Gujarat

બોડેલી ના અનેક પેટ્રોલ પંપ  પર ડીઝલ ની તંગી

,
પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લોકો કારબા લઈને ડીઝલ લેવા ઉમટી પડ્યા
બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ પેટ્રોલ પંપો પર ડીઝલની તંગી વર્તાઇ રહી છે બોડેલીના અનેક પેટ્રોલપંપ ઉપર ડીઝલ મળતું નથી એવું જાણવા મળ્યું છે અને એકાદ-બે પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મળે છે ત્યાં ખૂબ મોટી લાઈન જોવા મળી રહી છે લોકો પ્લાસ્ટિકના કારબા લઈને ડીઝલ લેવા માટે ઉમટી પડ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા માટે  ખૂબ ભીડ જોવા મળી રહી હતી ત્યારે બોડેલી નગરના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પુરાવવા માટે વાહનોની લાઈનો જોવા મળી હતી ડીઝલની તંગી વર્તાતા ટ્રાન્સપોર્ટ વાહનોને ખૂબ મુશ્કેલી નો વારો આવી રહ્યો છે હાલમાં ચોમાસાની સિઝન હોય ખેતી માટે પણ ડીઝલની ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે ડીઝલની તંગી વર્તાતા લોકોમાં અને વાહનચાલકોને  ખેડૂતોને ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કેટલાક પેટ્રોલપંપના માલિકો દ્વારા જિલ્લા કલેકટરને લેખીતમાં આવેદનપત્ર આપી ડીઝલનો વધુ જથ્થો મળે તે માટે રજૂઆત પણ કરવામાં આવી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220616-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *