Gujarat

બોડેલી ના અલીખેરવા ખાતે વંદે_ગુજરાત_વિકાસ_યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું     

બોડેલી તાલુકાના  અલીપુરા પ્રાથમિક શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલી વંદે ગુજરાત વિકાસ રથયાત્રા આજરોજ આવી પહોંચતા ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ,વોર્ડ ના સભ્યો,તલાટી સાહેબ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અલીખેરવા, તાલુકા પંચાયતના સદસ્ય, શિક્ષકગણ,આરોગ્ય શાખા,આંગણવાડી સ્ટાફ,વનવિભાગ,બાળવીકાશ અધિકારી સ્ટાફ,MGVCL સ્ટાફ,સમાજ સુરક્ષા સ્ટાફ,તેમજ ગામના નાગરિકો અને આગેવાનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત રહેલ તમામ અતિથીનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવા માં આવ્યું હતું
    સમગ્ર રાજયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ થીમ પર આયોજીત કરવામાં આવેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજયના ગામે ગામ ફરીને લોકોને સરકારી યોજનાઓ અંગે માહિતી પુરી પાડી રહી છે.
    અલીખેરવા ગામે આવેલી રથયાત્રાના સ્વાગત બાદ પ્રાથમિક શાળા ખાતે રથના રોકાણ સમયે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ નામની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વંદે ગુજરાત ગાન પણ વગાડવામાં આવ્યું હતું.
    વિકાસ યાત્રા દરમિયાન ઉપસ્થિત સુંદર મજાનું મહેમાનોનું સ્વાગત બાળકો દ્વારા ગિત ગયને સ્વાગત કરેલ,તેમજ સરપંચ,ડે. સરપંચ,તલાટી સાહેબ તેમજ ઉપસ્થિત અતિથિ દ્વારા વૃક્ષા રોપણ કરેલ ,આરોગ્ય શાખા દ્વાર કોવિડ ની રસીકરણ નું પણ આયોજન કરેલ,તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા વાનગી નિરદર્શન કરેલ,અને નાના નાના ભૂલકાઓ ને જમવાનું આયોજન કરેલ,સમાજ સુરક્ષા માંથી આવેલ અધિકારી દ્વારા લાભાર્થીઓને લાભ આપેલ અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1658546120731_6956446628370065480.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *