બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ઘ્વારા શરદ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય સેન્ટરના સંચાલિકા બી.કે.સેજલબેને બ્રાહ્મણ પરિવારને સંબોધતા જણાવ્યું કે શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર સોળે કળાએ ખીલે છે જેના શીતળ કિરણો ખીરમાં પડતા તે ખીર અમૃત બને છે.આ ખીર કોઈ પણ મનુષ્ય આરોગે તેને શરીરના કોઈ પણ રોગ અસર કરતા નથી.શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શરદ પૂર્ણિમાનું પુરી શ્રદ્ધાથી વ્રત કરવાથી જે ઘરમાં ઘોડિયું બંધાતું નથી તેવી સ્ત્રીઓના ઘરે ઘોડિયું બંધાઈ છે.શરદ પૂર્ણિમાના દિવસે બ્રહ્માંડના વિશ્વ વંદનીય વિષ્ણુ અને લક્ષ્મી દેવી બ્રહ્માંડમાં વિહાર કરે છે.જે ઘર કે વ્યક્તિ પર તેમની દ્રષ્ટિ પડે છે તેના તમામ દુઃખો દૂર થાય છે.આમ બી.કે.સેજલબેન ઘ્વારા શરદ પૂર્ણિમાના અનેરા મહત્વ અંગે બ્રાહ્મણ પરિવારોના સેવકો,સેવિકાઓને માર્ગદર્શન આપ્યું હતું.શરદ પૂર્ણિમાના કાર્યક્રમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહુ બ્રાહ્મણ પરિવારના સેવકો,સેવિકાઓ ગરબા,ટીમલી,ઘો ઘોના તાલે ઝૂમી ઉઠ્યા હતા.કાર્યક્રમના અંતે સહુ સેવકો,સેવિકાઓએ મહાભોગમાં ખીર,ફાફડા આપવામાં આવ્યા હતા.આમ ચલામલી બ્રહ્માકુમારી ઘ્વારા શરદપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


