બોડેલીતા.ના નવાપુરા ગામ પાસે દીપડાએ બે પાડાનું મારણ કર્યું હતું બોડેલી વન વિભાગે દીપડો પકડવા બે પાંજરા ગોઠવ્યા
બોડેલીના નવાપુરા ગામ પાસે આવેલા ભાનપુરી વિસ્તારમાં રહેતા રહીશોના બે પાડાનું દીપડાએ મારણ કરતા પંથકના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. બોડેલી વન વિભાગે બે પાંજરા ગોઠવી દીપડાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
૧૦ મી તારીખને સોમવારની રાત્રિએ નવાપુરા પાસે આવેલા ભાનપુરીના બારીયા નટવરભાઈ ગિરધરભાઈ અને વિક્રમભાઈ ચીમનભાઇના પાડાને દીપડો ખેંચી ગયો હતો. જે પૈકી વિક્રમભાઈ ના પાડાને ઈજાગ્રસ્તા કરી માત્ર નટવરભાઈ ગીરધર ભાઈના પાડાને લઈ દિપડો ભાગી ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો વિક્રમ ભાઈનો પાડો પણ આજ રોજ મોતને ભેટ્યો હતો
સમગ્ર બનાવ અંગે સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ બોડેલી વન વિભાગને જાણ કરતા બોડેલી વન વિભાગના અધિકારીઓ કુલ બે સ્થળે મારણ પાસે પાંજરા મુકીદીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર