Gujarat

બોડેલી ના મોડાસર હાઇવે રોડ પર ની કપચી ઉખડી ને વેરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ ને જોખમ.        

બોડેલી ના મોડાસર નસવાડી હાઇવે પર કરોડો ને ખર્ચે બનેલો રોડ વરસાદ ની સીઝન માં ધોવાઈ જતા કોન્ટ્રાકટ ના ભ્રષ્ટાચાર ની પોલ છતી થઇ જવા પામી છે. મોડાસર હાઈવે રોડ પર ઉખડી ગયેલી કપચી ને વહેલી તકે સમારકામ કરવામાં આવે એવીં લોકો ની માંગ ઉઠવા પામી છે.
      છોટાઉદેપુર જિલ્લા બોડેલી ના મોડાસર થી નસવાડી તરફ હાઇવે ઉપર કરોડો રૂપિયા ના ખર્ચે બનેલો સ્ટેટ હાઈવે માર્ગ ઉપર પાથરવા માં આવેલી કપચી વરસાદ માં ધોવાઈ જતા કોન્ટ્રાકટર ના ભ્રષ્ટાચાર ની પોલ છતી થઇ જવા પામી છે. બોડેલી થી નસવાડી, રાજપીપલા તરફ નો સ્ટેટ હાઇવે વાહનો થી ધમ ધમ તો સ્ટેટ હાઇવે છે રોજ ની હજારો ની સંખ્યા માં વાહનો અવર જવર કરે છે મોડાસર, પાસે નો ધોવાઈ ગયેલા રોડ પર ની કપચી છૂટી પડી ને માર્ગ પર પથરાતા માર્ગ વાહન ચાલકો માટે જોખમી બની જવા પામ્યો છે. રોડ પર ની કપચી ઉછડી ને લોકો ને વાગવાના પણ બનાવ બની રહ્યા છે ભારેખમ વાહનો રોડ પર થી પસાર થતાં ધૂળ ની ડમરી ઉડતા વાહન ચાલકો અકસ્માત ના ભોગ પણ બની રહ્યા છે રોડ ની આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર વહીવટી તંત્ર નું પેટ નું પાણી નથી હલતુ સ્ટેટ હાઇવે હોવા છતાં રોડ ની મારમત કરવામાં આવતી નથી.ખખડધજ રોડ ને કારણે રાહદારી ઓ ને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે
બોડેલી ના મોડાસર હાઇવે રોડ પર ની કપચી ઉખડી ને વેરાઈ જતા વાહન ચાલકો અને રાહદારી ઓ ને જોખમ મા મુકાયા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221124-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *