સમગ્ર ગુજરાત માં ભાગ્યે જ કોઇ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ આ સિધ્ધિ હાંસલ કરી હોય તેઓ લગભગ આ પ્રથમ બનાવ
બોડેલી ની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીએ CBSC ધોરણ 10 માં પ્રથમ ક્રમાંક મેળવી શાળા તેમજ પરીવાર નુ નામ રોશન કર્યુ
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ની નજીક આવેલ ભકત ઇંગ્લિશ મિડિયમ સ્કુલ માં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મિસરી બેન વિજય કુમાર પીપલીયા કે જે જન્મ થી આંખે અંધ છે પરંતુ તેની હિમત અને અથાગ મહેનત કરી અભ્યાસ કરી રહી છે જેના ફળ સ્વરુપે આજે CBSCનુ પરિણામ આવતા તેને શાળા માં 92.16 % મેળવી પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લા તેમજ શાળાનુ નામ રોશન કર્યું છે જેને લઇ તેના પરિવારજનો સ્નેહીજનો મા આનંદ ની લાગણી છવાઈ ગઈ છે
કંઇક કરી છુટવાની મહત્વકાંક્શા અને પરિશ્રમ થી માણસ શું ના કરી શકે તે આ પ્રજ્ઞચક્ષુ વિદ્યાર્થીની એ કરી બતાવ્યું છે હાલ આ વિદ્યાર્થી ની ને સંગીત નો શોખ હોઈ હાલ તેણે પરીવાર વડોદરા ખાતે સંગીત ના ક્લાસ કરાવે છે આ વિદ્યાર્થીનીને જોઇ તેનો પરિવાર ગર્વ ની લાગણી અનુભવી રહ્યો છે તે બાળપણ થી જ અભ્યાસ કરવામા હોશીયાર છે
હાલ તો તેના પરિવાર માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે પરીવાર સાથે વાતચિત કરતા તેઓ એ જણાવ્યુ હતુ કે મિસરી જન્મ થી જ જોઈ શકતી ન હતી અને તેના માટે પરીવારે અથાગ પ્રયત્નો કર્યા પરતુ તેનીની સારવાર શક્ય નથી
બોડેલીની મીસરી પીપળીયા આજે ધોરણ દશ CBSE મા પ્રથમ ક્રમાંકે આવી શાળા તેમજ જીલ્લા નુ નામ રોશન કર્યુ છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

