Gujarat

બોડેલી પોલીસ મથકના છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ નિવૃત થતા પોલીસ મથકે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા 

બોડેલી પોલીસ મથકમાં છેલ્લા ઘણા વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલ અને સરળ સ્વભાવના ત્રણ પોલીસ કર્મીઓ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બોડેલી તાલુકામાં છેલ્લા ૧૧ વર્ષથી ફરજ બજાવતા નરસિંહભાઈ રાઠવા તેમજ લગભગ છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા વિરુભાઈ વણકર તેમજ છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મનીભાઈ વણકર નિવૃત થતા બોડેલી પીઆઇ એસ.બી વસાવા, બોડેલી પીએસઆઇ એ.એસ સરવૈયા, શિંગ સ્ટાફના કર્મીઓએ ત્રણેય કર્મીને ફુલહાર, પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બોડેલી પીએસઆઇ એ. એસ સરવૈયાએ તેઓએ કરેલી સારી કામગીરી બિરદાવી તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં બોડેલી સરપંચ કાર્તિક શાહ, બોડેલી અગેવાન અનવર મન્સૂરી સહિત ગ્રામજનો તેમજ તેઓના કુટુંબી સભ્ય ઉપસ્થિત રહયસ હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220630185627.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *