બોડેલી પીએસઆઇ એ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું અને સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં SPC અંગે સમજ આપી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કયા ડેસ્ક પર મળવું, જેલ, તેમજ રાયફલ નો ઉપયોગ અંગે સમજ આપી હતી અને પોલીસ પ્રજા નો મિત્ર છે અને પોલીસ સ્ટેશનમાં આવતા સમયે કોઈએ પણ બીક ન રાખવી તેની સમજ આપી હતી.
બોડેલી સિરોલાવાલા સ્કૂલના 80 કરતાં વધુ વિદ્યાર્થીઓ બોડેલી પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશન ની મુલાકાત દરમ્યાન સંતોષ સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી વિદાય આપવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


