Gujarat

બોડેલી બજાર સમિતિમાં કપાસની જાહેર હરાજી તા. 3 નવેમ્બરને ગુરૂવાર રોજ તુલસી વિવાહના પવિત્ર દિવસ થી શરૂ કરવામાં આવનાર હોવાનુ સેક્રેટરી અજિત ભગત દ્વારા જણાવ્યું હતું. 

નવરાત્રીથી અત્યાર સુધી દરેક જિનરોએ કપાસ ખરીદીના મુહુર્ત કરી દીધા છે. સોમવારે બી જે કોટન માં અને શિવશક્તિ જીન માં મુહુર્ત થયા હતા. ત્યાં પ્રતિ ક્વિન્ટલ 7888 રૂપિયા સુધી ભાવ પડ્યા છે. 8100 થી ખરીદીનુ મુહુર્ત થયા પછી ભાવમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો છે. અગ્રવાલ કોટ સ્પિન માં પણ એક બે દિવસમાં ખરીદીનુ મુહુર્ત થનાર છે.
   બોડેલીમાં  હરાજી પછી કપાસની સીઝન શરૂ થઈ જશે. જોકે આ વખતે નવરાત્રી પછી ચારેક દિવસ પડેલા વરસાદ ને લીધે કપાસ ની સીઝન થોડીક વિલંબે શરૂ થશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *