હરાજી માં પ્રથમ દિવસે કપાસ ના આવેલા બે વાહનો નો પ્રતિ ક્વિન્ટલ ભાવ 8585 રૂપિયા વેપારીઓ એ બોલાવી ખેડૂતો ને ખુશ કર્યા હતા.
જીનારો એ કપાસ નુ મુહુર્ત કર્યું ત્યારે 8100 થી ભાવ પડ્યો અને 7500 થી 7875 સુધી ગગડી ગયા હતા. પણ હરાજી માં ભાવ ઊંચે બોલાવ્યા હતા. થોડાક દિવસ માં કપાસ ની હરાજી બરાબર ચાલુ થઈ જશે તેવી વેપારીઓ એ આશા વ્યક્ત કરી હતી.
જોકે આ વખતે સીસી આઈ નો ટેકા નો ભાવ 6380 રૂપિયા છે તેથી ખેડૂતો નોં કપાસ ગત વખત ની જેમ સીસી આઈ ખરીદી શકે તેવી સ્થિતિ માં નથી. જેથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે રાજ્ય સરકાર નુ 500રૂપિયા બોનસ હતું, તે હાલ 1000 કરાય તો ખેડૂતો માટે સીસી આઈ ભાવ ઘટે તો ખરીદી કરી શકે . અનાજ વિગેરે કરતા કપાસ ની MSP નહિવત છે. ત્યારે ચૂંટણી ના વર્ષો માં સરકાર ખેડૂતો ની વ્હારે આવે તે જરૂરી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


