બોરસદ
બોરસદના ભાદરણી ગામ તરફથી મહારાજ સાહેબ સાધ્વીજી વિહાર કરતા કરતા બોરસદ શહેરમાં આવેલ સંઘ તરફ આવી રહ્યા હતા તેમની પાછળ પાછળ ભાદરણી ગામથી એક યુવક પીછો કરીને આવ્યો હતો જેમા પાંચ સાધ્વીજી થોડે દૂર પાછળ હતા અને બે આગળ ચાલી રહ્યા હતા ત્યારે બોરસદ તરફ જતા છાવણી ફાટક પાસે પહોંચતા પીછો કરી રહેલ યુવકે અચાનક સાધ્વીજી ઉપર હુમલો કરી દીધો હતો અને સાધ્વીજીનું ગળું દબાવી દીધું હતું આ સમયે સાધ્વીજીની સાથે રહેલ અન્ય એક સાધ્વીજીએ બુમાબુમ કરતા આજુબાજુથી સ્થાનિક દોડી આવ્યા હતા અને મહા મુસીબતે સાધ્વીજીનું ગળું છોડાવ્યું હતું. યુવકને પકડીને બોરસદ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ શહેરમાં થતા જ જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાઈ ગયો હતો અને જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં કાશીપુરા ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી બોરસદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પોલીસ સમક્ષ યુવાન સામે કાયદેસર કડક પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. પકડાયેલા યુવક અંગે તપાસ કરતા યુવક ભાદરણી ગામે રહે છે અને તેની બહેન બોરસદ જૂની દૂધની ડેરી પાસે રહે છે જેઓને જાણ કરવામાં આવતા યુવકના બહેન પોલીસ મથકે દોડી આવ્યા હતા ને યુવક લાંબા સમયથી માનસિક રોગથી પીડાઈ રહ્યો છે તેમજ તેના મગજની દવા ચાલી રહી હોવાના આધાર પુરાવા પોલીસને સોંપ્યા હતા. પોલીસ મથકમાં પણ યુવક જાેર શોરથી બૂમો પાડી રહ્યો હતો. આખરે પોલીસ જૈન સમાજની માગને ધ્યાને લઇને યુવકને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. જૈન સમાજએ યુવક અસ્થિર મગજનો હોઈ કોઈ પોલીસ ફરિયાદ આપી ન હતી અને માત્ર યુવકને વડોદરા મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી પોલીસે જરૂરી કાર્યવાહી કરીને અસ્થિર મગજના યુવકને વડોદરા મેન્ટલ હોસ્ટિપલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.જૈન સમાજના અગ્રણીઓએ પોલીસને લેખિતમાં એક રજુઆત પણ કરી હતી કે જૈન સમાજના સાધુ અને સાધ્વીજી વિહાર કરતા હોય છે ત્યારે આવા સમયે કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસ દ્વારા યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી. આ મુદ્દે જૈન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. તેઓએ ફરિયાદ નોંધાવવા માટે મદદ માટે ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી જિલ્લા સાંસદ અને પોલીસને રજૂઆત કરી હતી. ગૃહ મંત્રી દ્વારા પણ આ બાબતે ગંભીરતા સમજી વારંવાર બોરસદ પોલીસનો સંપર્ક કરી આગળની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી. જૈન સમાજના અગ્રણીઓએ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી કે છેલ્લા કેટલાંક સમયથી વહેલી સવારે જૈન વિહાર કરતાં સાધુ અને સાધ્વીજી અકસ્માતનો ભોગ બને છે. કયારેક હુમલા થાય છે. તેને ધ્યાને લઇને સાધુ અને સાધ્વીજી વિહાર કરતા હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા યોગ્ય પેટ્રોલિંગ કરાય તેવી માગ કરી હતી.બોરસદ શહેરના નીસરાયા ચોકડીથી છાવણી ફાટક તરફ જવાના માર્ગ જૈન સાધ્વીજી ઉપર એક યુવકે હુમલો કરી સાધ્વીજીનું ગળું દબાવી દીધું હતું. આ બનાવની જાણ ગામમાં થતા જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જૈન સમાજના અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડ્યા હતા જાે કે યુવક અસ્થિર મગજ હોવાનું બહાર આવતાં જૈન સમાજના લોકોનો રોષ ઠંડો પડયો હતો. તેઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.


