આણંદ
બોરસદના કસારી લાંબી સીમમાં રહેતા યુવકને ગામના જ સાત જેટલા શખ્સોએ ઢોર મારમારતાં ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવક થોડા સમય પહેલા પાવાગઢ પદયાત્રાએ ગયો હતો. તે દરમિયાન સંઘમાં તેની સાથે રહેતી પિતરાઇ બહેનની મશ્કરી કરવા બાબતે યુવકને ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં આ હુમલો કર્યાનું ખુલ્યું હતું. બોરસદના કસારી લાંબી સીમમાં રહેતા યુવકને ૮મી માર્ચના રોજ ગામના કેટલાક શખ્સો સાથે ઝઘડો થયો હતો. જેમાં આ શખ્સોએ લાકડીથી તેમના પર હુમલો કર્યો હતો. જાેકે, આસપાસના લોકો દોડી આવી તેને બચાવ્યો હર્તા જાન્યુઆરી મહિનામાં પાવાગઢ કાળકા માતાનો રથ લઇ ગયા હતા, તે સમયે પિતરાઇ બહેનની મશ્કરી કરી હતી. આ અંગે તેને ઠપકો આપ્યો હતો. આ ઘટનાને લઇ બાઇક લઇને જતી વેળાએ રોકી લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને હાથ પર ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


