Gujarat

બોર્ડની પરીક્ષાઓ સમયે નર્મદા પોલીસ ની નિર્ભયા સ્કોડ નું શાળાઓ પાસે ખાસ પેટ્રોલિંગ 

રોમિયો ગિરી કરતા તત્વો ઉપર લગામ, વિધ્યાર્થીનીઓ નિર્ભય બની પરીક્ષાઓ આપે તેવા પ્રયાસ
નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે ની સૂચના અને માર્ગદર્શન ના આધારે પી.એસ.આઈ કે.કે. પાઠક ની અધ્યક્ષતામાં નિર્ભયા ટિમ કાર્યરત છે નિર્ભયા ક્વોડ નું ગઠન ખાસ કરી ને શાળાએ જતી છોકરીઓ ની સેફટી અને સુવિધા તેમજ જાહેર સ્થળોએ આંટા ફેરા મારતા રોમીયો ને પાઠ ભણાવવા કરાઈ હતી પરંતું કોરોના મહામારી માં લોકડાઉન ના કારણે શાળા કોલેજો બંધ
હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારો માં વૃદ્ધોને સરકારી સહાય
અપાવવામાં મદદ કરી નિર્ભયા એ ઐતિહાસિક કાર્ય કર્યું હતું ઉપરાંત ઘરેલુ હિંસા થી પીડિત વૃદ્ધો નું રક્ષણ તેમજ સાઇબર ક્રાઈમ અંગે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ જેવા મહત્વના કર્યો કર્યા હતા
હાલ શાળા કોલેજો ફરીથી શરૂ થઈ છે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે નિર્ભયા ક્વોડ ની જાંબાઝ મહિલાઓ દ્વારા રાજપીપળા એસ.ટી.ડેપો, કન્યાવિનય મંદિર, સહિત શાળાઓ ખાતે ખાસ પેટ્રોલિંગ કરાયું હતું. વિદ્યાર્થિનીઓ નિર્ભય રીતે પરીક્ષાઓ આપે તે માટે ટિમ નિર્ભયા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે શાળાએ જતી છોકરીઓ ની સુરક્ષા માટે નર્મદા જિલ્લાની નિર્ભયા સ્કોડ સક્રિય થતા રોમિયોગીરી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે

IMG-20220405-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *