સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————તા ૧૫-૩-૨૦૨૨ ના રોજ બ્રાન્ચ શાળા નંબર ૪ સાવરકુંડલામાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો દ્વારા જુદી- જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં શાળા દ્વારા POSTER CONTEST, SLOGAN CONTEST,QUIZ CONTESTનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ સુંદર મજાના ચિત્રો અને સ્લોગન બનાવ્યા હતા અને ઉત્સાહપૂર્વક બધા બાળકોએ ભાગ લીધો હતો.ITS MY VOTE,ITS MY VOICE, VOTE FOR INDIA, તમારો અમૂલ્ય મત આપો જેવા સુંદર મજાના સ્લોગન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષિકા બહેન રવિયા તેજલબેન, સીમાબેન, વર્ષાબેન , યોગીતાબેન, પારૂલબેન અને આચાર્યશ્રી મુકેશભાઈ દ્વારા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સુંદર પ્રવૃત્તિ બદલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


