Gujarat

ભગવાન શામળિયાને તિરંગાનો શણગાર કરાયો

અરવલ્લી
યાત્રાધામ શામળાજી મંદિર પરિસર જ નહીં પરંતુ ભગવાન શામળિયાના ગર્ભગૃહના પ્રવેશ દ્વારમાં બંને બાજુ તિરંગા લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ ભગવાન શામળિયાને પણ તિરંગો પહેરાવવામાં આવ્યો છે, ત્યારે ભગવાન શામળિયો પણ આઝાદીના અમૃત મહોત્સવમાં સહભાગી બન્યા હોય એવી ભાવના જાેવા મળી હતી.હાલ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામો પણ આ અભિયાનમાંથી બાકાત નથી રહ્યા. ત્યારે યાત્રાધામ શામળાજીમાં મંદિર પરિસર તિરંગાથી સુશોભિત કરાયું હતું. ભગવાનના મંદિરના શિખર તેમજ ઘુમ્મટ પર તિરંગા લગાવવામાં આવ્યા હતા. તેમજ આખું મંદિર પરિસર જાણે દેશભક્તિના રંગમાં હોય એવા દ્રશ્યો જાેવા મળ્યા હતા.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *