કચ્છ
ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગાંધીધામ તરફ જતા એક ટ્રેલર પાછળ પુર ઝડપે જતો આઈશર ટેમ્પો ટકરાઈ પડતા તેના ચાલકનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયકંર હતો કે બન્ને વાહનો એકમેકમાં ફસાઈ ગયા હતા. જેને બાદમાં દોડી ગયેલી હાઉવે પેટ્રોલિંગની ટીમે ક્રેનની મદદ વડે અલગ કર્યા હતા. અકસ્માતમાં જાન ગુમાવનાર ચાલકને ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભચાઉ પોલીસ દ્વારા હજુ સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ સવારે છ માર્ગીય હાઇવે પર ગાંધીધામ તરફના માર્ગે ટ્રેલરની પાછળ આઇસર ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જીવલેણ અકસ્માતમાં આઈશર ચાલક બન્ને વાહન વચ્ચે ફસાઈ ગયો હતો. અને ગંભીર ઇજાઓનાં કારણે ઘટનાસ્થળેજ તેનું મોત નીપજ્યું હતું. હતભાગી ચાલકને હાઈવે પેટ્રોલિંગ ટીમે એકમેકમાં ફસાયેલા બંને વાહનોને ક્રેન વડે અલગ કરી બહાર નીકાળ્યો હતો. હતભાગીના મૃતદેહને પોસમોર્ટમ માટે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાેકે આ અંગે હજુ સુધી ભચાઉ પોલીસ દફતરે કોઈ નોંધ થઈ નથી.


