ગિરગઢડા તા 11
ભરત ગંગદેવ..
શ્રી રામદેવ ગૌસેવા-શીલ ના લાભાર્થે આયોજિત શીલ, તા. માંગરોળ, જી. જૂનાગઢ મુકામે ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ શુટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ-૨૦૨2 નું તારીખ:- 09/04/2022ના રોજ આયોજન થયેલું જેમાં સૌરાષ્ટ્રની આશરે 28 જેટલી ટીમોએ ભાગ લીધેલ જેમાં ઉનાની ટીમના સભ્યો (૧) મિહિર પરમાર, (૨) ધર્મેશ દવે, (૩) જયદીપ મોદી, (૪) પાર્થ પટેલ, (૫) પ્રીયાંક બાંભણીયા એ શાનદાર રમતનું પ્રદર્શન કરી ફાઈનલમાં પ્રવેશ મેળવેલ અને આલિદાર સામે વિનર થયેલ અને ઉના નું નામ રોશન કરેલ.


