Gujarat

ભરૂચના જુના તવરા ગામમાં ત્રણ શખ્શોએ અપશબ્દો બોલી દંપતીને માર માર્યો

ભરૂચ
ભરૂચના જુના તવરા ગામના મહાકાલી ફળિયામાં નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી. જેમાં ત્રણ ઈસમોએ દંપતીને માર માર્યો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. ભરૂચના જુના તવરા ગામના મહાકાલી ફળિયામાં રહેતા ઘનશ્યામ રાવજી સોલંકી પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓની પત્ની તેજલ સોલંકી દુકાનમાં સામાનની સાફ-સફાઈ કરતા હતા. તે વેળા સામે રહેતો હિમાંશુ મુકેશ ગોહિલ તેજલ સોલંકીનું ખોટું નામ લઇ શક વહેમ કરતા હતા. જેઓને પતિ ઘનશ્યામ સોલંકી કહેવા જતા હિમાંશુ મુકેશ ગોહિલ અને દલસુખ સુરસંગ ગોહિલ તેમજ ચંદ્રિકાબેન ગોહિલે માથાકૂટ કરી હતી. જે બાદ દંપતીને અપશબ્દો ઉચ્ચારી લાકડાના ખભા અને બરડાના ભારે માર મારી ધમકી આપી જતા રહ્યા હતા. મારામારી અંગે ભરૂચ સી ડીવીઝન પોલીસે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *