ભરૂચ
આમોદના રણછોડ ફળીયામાં રહેતો સુરેશ મણીલાલ ભટ્ટ મોટાપાયે ફરક આંકનો જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૯૮ હજાર અને ફોર્ચ્યુંનર કાર, બાઈક તેમજ ૧૪ ફોન મળી કુલ ૧૧.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ મુખ્ય સુત્રધાર સુરેશ મણીલાલ ભટ્ટ, અસલમ અશરફખાન પઠાણ, મહેશ ઠાકોર, સુરેશ જેસંગ મકવાણા, સબીર જાફર મલેક, ફિરોજ સિકંદર વાઘેલા અને જયેશકુમાર રમેશ પટેલને ઝડપી પાડ્યો હતો.આમોદના રણછોડ ફળિયામાં જુગાર રમતા મુખ્ય સુત્રધાર સહીત સાત જુગારીયાઓને રૂપિયા ૧૧.૨૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે ઝડપી પાડ્યા હતા.