ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને રિસર્ચ ઈનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકેથોન-2022 પ્રથમ રીજનલ રાઉન્ડની સ્પર્ધા આજથી બે દિવસ ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી. કોલેજમાં યોજાઈ હતી. જે સ્પર્ધાનું આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા અલગ-અલગ વિભાગમાં યોજાઈ હતી. જે સ્પર્ધામાં રાજ્યની વિવિધ ઈજનેરી સંસ્થાના 123 જેટલી ટીમોના 600થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
તેમજ 783 સમસ્યાઓના નિવેદનોને સોફ્ટવેર અને હાર્ડવેરથી પ્રોબ્લેમ્સના ઇનોવેટીવ સોલ્યુશન આપવાનું હોય છે. જેમાં રાજ્યના સરકારી વિભાગના 152, સરકારી કચેરીઓના 489 અને ઉદ્યોગોના 142 સમસ્યાઓના નિવેદનો રજૂ કર્યા હતા. જે તમામનું સ્પર્ધકોએ 36 કલાક સુધી અવિરત કામગીરી કરશે અને જેનું મૂલ્યાંકન 25થી વધુ નિષ્ણાંતો બે રાઉન્ડમાં કરી, સ્પર્ધકોને સુચના આપી કાર્ય કરશે.
આ સ્પર્ધામાં પસંદગી પામેલી ટીમ અંતિમ તબક્કાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નોડલ ઇન્ચાર્જ ડો.કલ્પેશ મોદી, વેન્યુ ઇન્ચાર્જ પ્રોફેસર વિશાલ દોશી તેમજ સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ, આચાર્ય ડો.દીપક દેઓરે અને સ્પર્ધાના કોર્ડીનેટર પ્રોફેસર વૈશાલી પટેલ સહીત સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.


