ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને રિસર્ચ ઈનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કોલેજોમાં સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે એસ.એસ.આઈ.પી. 2.0 કિક ઓફ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય અને આમંત્રિતો,પ્રાધ્યાપકો સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
