Gujarat

ભરૂચમાં ઇ-FIR ની જાણકારી અંગે પ્રોમો રનનું આયોજન કરાયું

18 સપ્ટેમ્બરે મેરેથોન દોડ યોજાશે
ભરૂચ પોલીસ અને ભરૂચ રનિંગ ક્લબ દ્વારા લોકોમાં ઇ-FIR ની જાણકારી અને 18 મી સપ્ટેમ્બરમાં થનારી મેરેથોન દોડ અંગે એક પ્રોમોરનનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં પોલીસ સહિતના દોડવીરો જોડાયા હતાં.
ભરૂચ પોલીસ દ્વારા સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ ઈ- એફ આઈ આર અંગે લોકોમાં જાગૃતતા લાવવા અને 18 મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી રોકવુલ ભરૂચ મેરેથોનનું પ્રમોશન માટે ભરૂચ પોલીસ અને ભરૂચ રનીંગ ક્લબના સહયોગથી માતરીયા તળાવ ખાતે ગ્રુપ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
 આ અવસરે ASP વિકાસ સુંડા દ્વારા આગામી 18મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર રોકવુલ ભરૂચ મેરેથોનમાં મોટી સંખ્યામાં જોડાવાની અપીલ સાથે સરકારની ઈ-એફઆરઆઈ અંગે પણ હજાર લોકોને સમજણ આપી હતી. ત્યારબાદ Asp વિકાસ સુંડા અને મહાનુભાવોએ પ્રોમોરનને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રોમોરન માતારીયા તળાવથી શરૂ થઈને શક્તિનાથ,પાંચબત્તી અને સ્ટેશન સર્કલ થઈને એજ રૂટ પર પરત આવીને માતરિયા તળાવ ખાતે સમાપન કરાયું હતું.જેમાં વિકાસ સુંડા સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પણ જોડાયા હતાં.

IMG-20220904-WA0193.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *