Gujarat

ભરૂચમાં બૌડાની 5 ટીપી સ્કિમનો વિરોધ, 6500 મતદારોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

ભરૂચ બૌડાની રચના બાદ પ્રથમ તવરાની પાંચ ટીપી સ્કીમની પ્રતાવના રજૂ કરાયાના ગુરૂવારે બીજા દિવસે જુના અને નવા તવરાના 8558 ગ્રામજનો વિફર્યા છે.
તવરા ગ્રામજનોએ આજે પંચાયત ખાતે ભેગા થઈ 40 ટકા કપાતમાં જમીન આપી દઇ પોતે સહેજ ખસી જવા અસહમતી દર્શાવી છે. સરકારની આ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સામેથી સ્વાહા થવા ગ્રામજનોએ પ્રચંડ વિરોધ સાથે હાલ તો આહુતિ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આજે ટીપી સ્કીમનો વિરોધ કરવા ભેગા થયેલા ગ્રામજનોએ રવિવારે નક્કર નિર્ણય લઈ છેવટ સુધી લડી લેવા તાકીદની બેઠક બોલાવી છે.
આજે ગ્રામજનો પંચાયત ખાતે ભેગા થતા બન્ને ગામના સરપંચો કામનું બહાનું કાઢી ગેરહાજર જોવા મળ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. તવરાની 5 ટીપી સ્કીમ રદ નહિ થાય તો 6500 મતદારોએ વિધાનસભા ચૂંટણી બહિષ્કારની પણ જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં ગામમાં કોઈપણ પક્ષને પ્રચાર માટે પ્રવેશવા દેવામાં નહિ આવેનું પણ એલાન કરાયું છે.
બીજી તરફ બૌડાએ જાહેર કરેલી 5 ટીપી સ્કીમ પર નજર કરીએ તો કુલ 682.50 હેકટર નગર રચનામાં આવરી લેવાયા છે. જે પૈકી 40 ટકા કપાત પ્રમાણે 273 હેકટર હાલની સરકાર મુજબ રૂ.580 કરોડની કિંમતની જમીન સરકારને મળશે.જેમાંથી તેઓ રોડ, બગીચા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કાઢ્યા બાદ 15 ટકા અનામત ભવિષ્યમાં વેચવા માટે રૂ.87 કરોડની જમીન પોતાની પાસે રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *