ગુજરાતમાં હવે ચૂંટણી ટાણે વિવિધ આંદોલન અને વિરોધ વંટોળ સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. ભરૂચમાં 3 યોજનાને લઈ ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યા બાદ રેલવે સ્ટેશનથી કલેકટર કચેરી સુધી સરકારી કર્મચારીઓએ વિરાટ રેલી કાઢી હતી.
ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચાના નેજા હેઠળ હજારો સરકારી કર્મચારીઓ એ જૂની પેંશન યોજના લાગુ કરવા, કેન્દ્રની જેમ વય મર્યાદા 60 વર્ષ કરવા, સાતમો પગાર પંચ ભથ્થું, 45 વર્ષ બાદ ખાતાકીય પરીક્ષા નહિ, ફિક્સ પગાર નાબુદી સહિતની 15 માંગણીઓ સાથે મુખ્ય માર્ગો પર બેનરો, સુત્રોચ્ચારો સાથે રેલી સ્વરૂપે પ્રદર્શન યોજયું હતું.
રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓની વિશાલ રેલી કલેકટર કચેરી ખાતે પોહચી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધતુ આવેદન કલેકટરને પાઠવ્યું હતું. જો માંગણીઓ નહિ સંતોષાય તો ફરીથી 11 મીએ મહારેલી અને આવદેન. 17 મી એ માસ સીએલ, 22 મી એ પેન ડાઉન અને આખરે 30 સપ્ટેમ્બરથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું એલાન કરી દેવામાં આવ્યું છે.
Attachments area

