Gujarat

ભરૂચ જિલ્લા પોલીસે બુધવારની રાત્રીએ ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન

ભરૂચ પોલીસે આગામી દિવસોમાં આવી રહેલા દિવાળીના તહેવારો અને ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા પોલીસે અંકલેશ્વર નગરના ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે કરેલા આકસ્મિક સર્ચ ઓપરેશનના કારણે સ્થાનિકો લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા થોડાં દિવસ પહેલાં જ અંકલેશ્વરના સારંગપુર, મીરાનગર, શાંતિનગર અને ઉદ્યોગ નગરમાં આકસ્મિક સર્ચ ઓપરેશન દરમિયાન વાહન ચેકીંગ, પ્રોહીબેશન, ભાડા કરાર સહિતના અનેક ગુનાઓના કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે બુધવારના રાત્રીના જિલ્લા પોલીસ એસપી ડો.લીના પાટિલની સુચનાઓ અને અંકલેશ્વર DYSP ચીરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ દિવાળી, નવાવર્ષના તહેવાર અને આગામી સમયમાં જાહેર થનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને પુનઃ અંકલેશ્વર નગરના ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં સર્ચ કોમ્બિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં મોટાપાયે વધતા જતા ગુનાને ધ્યાનમાં રાખીને બુધવારની રાત્રીના ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરમાં 9 PI, 12 PSI અને 116 જેટલા પોલીસ જવાનોના પોલીસ વાહનો સાથે કોમ્બિગ કર્યું હતું.જેમાં પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપી, નવા મકાન ભાડુઆત, વાહન ડિટેન સહિતનું ચેકિંગ હાથ ધરાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *