Gujarat

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો દાવો, “પાટીદારો પરના કેસ ઝડપથી પરત ખેંચાશે”

ગાંધીનગર
આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા તમામ ૧૮૨ ધારાસભ્યોની શપથવિધિ થઈ હતી. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. ત્યારે વિધાનસભામાં જતા પહેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મોટુ નિવેદન આપ્યુ હતું. હાર્દિક પટેલે દાવો કર્યો કે, પાટીદારો પરના કેસ ઝડપથી પરત ખેંચાશે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાટીદાર પર થયેલા કેસ અંગે કઇ ર્નિણય લેવાશે. ઋષિકેશ પટેલ સાથે આ અંગે વાતચીત કરાઇ છે. કાયદાની પક્રિયામાં રહી આગળ કાર્યવાહી કરવામાં આવશે. મારી પર હાલમાં ૨૮ કેસ છે. અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભુમિકા નિભાવીશું. નેતાની છબી હતી કે તે ધોતી કુર્તામાં હોય જાેકે હવે નવી જનરેશનના નવા યુવાનો નેતૃત્વ કરી રહ્યા છે એટલે જીન્સ શર્ટનો નવો પહેરવેશ જાેવા મળે. વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સમીક્ષા બેઠક ૧ વાગે કમલમ ખાતે યોજાશે. તમામ જિલ્લા, શહેર પ્રમુખ સાથે તેઓ બેઠક કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. દરેક જિલ્લાના પરિણામો અંગે ચર્ચા થશે. હારેલી બેઠકો પર સ્થિતિ અંગે ચર્ચા થશે. હારના કારણો અને વિપક્ષની સ્થિતિ અંગે સમીક્ષા થશે. કેટલાક જિલ્લાઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચૂંટણીમાં થઇ હોવાનો એક સુર કર્યો. આ પ્રકારની ગતિવિધિઓ રિપોર્ટ મંગાશે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *