Gujarat

ભાજપ સાથે જાેડાયેલા જગમલવાળા આપ પાર્ટીમાં જાેડાયા

અમદાવાદ
તમામ પક્ષો એક બીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કરતા હોય છે અને જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓ અને પૂર્વ નેતાઓ પક્ષ પલટો કરે છે. આમ આદમી પાર્ટીમાં સોમનાથના મોટા રાજકીય અને સામાજિક આગેવાન જાેડાયા છે. ભાજપના પૂર્વ નેતા જગમલ વાળા વિધિવત રીતે પાર્ટીમાં જાેડાયા છે. જગમલ વાળાએ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ અને સંસ્થાપક સદસ્ય કિશોરભાઈ દેસાઈએ ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું. જગમલ વાળા સેવાકીય પ્રવૃતી સાથે જાેડાયેલા છે. રાજનીતિ સેવા માટે હોય છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોએ ધંધો બનાવી દીધો છે. જગમાલભાઈએ જણાવ્યું હતું કે ૧૯૯૦થી જનતાદળમાં જાેડાયેલો છું. પછી કોંગ્રેસમાં જાેડાયો પણ મદદ ન કરી. અટલબિહારી વાજપેયી સાથે જાેડાયો અને તેમની વાતો સાંભળી હતી. હું વાજપેયીના કહેવાથી ભાજપમાં જાેડાયો. મારે દેશની સેવા કરવી છે. હું ૨૦- ૨૧ વર્ષ સુધી ભાજપમાં જાેડાયો બાદમાં મેં ભાજપ છોડી અને ૨૦૧૨માં અપક્ષ લડ્યો હતો. ૨૦૧૪માં ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થવાનું કહ્યું હતું પરંતુ હજી સુધી ૫ ટકા જ વધી છે. બધામાં સરકારે ટેક્સ વધાર્યો છે. ભાજપમાં તમામ કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. કેજરીવાલ સાહેબ આપણા દેશને મહાસત્તા પર મૂકી શકે છે. કોંગ્રેસનું નામો નિશાન મટી ગયું છે. ભાજપ- કોંગ્રેસ ધર્મના નામે છે. બંને પક્ષો એકબીજા સાથે મળેલા છે. પ્રજાની તેઓને પડી નથી. ભાજપે સબકા સાથ સબકા વિકાસ નહિ અને સબકા સાથ અપના વિકાસ કર્યું છે. કેજરીવાલ સબકા સાથ સબકા વિકાસ કરે છે. તેઓ દેશ માટે સારું કરશે માટે હું જાેડાયો છે. સૌરાષ્ટ્રની ૪૦ સીટો પર લડી અને જીતાડીશું. પોરબંદર, જૂનાગઢ અને સોમનાથ જિલ્લાની જીતાડવાની જવાબદારી આપી છે. જગમલ વાળા સોમનાથ વિધાનસભાની સીટની કમિટમેન્ટ સાથે જાેડાયા છે. જાે કે પાર્ટી નક્કી કરશે કે મારે ચૂંટણી લડાવવી કે નહીં પરંતુ તેઓએ આડકતરી રીતે પોતાને ચૂંટણી લડાવે તેમ પણ કહ્યું હતું. જગમલ વાળા વર્ષ ૨૦૧૨માં સોમનાથ બેઠક પર અપક્ષ લડ્યા હતા. વર્ષ ૨૦૧૭માં અપક્ષ ફોર્મ ભર્યું હતું અને બાદમાં કોંગ્રેસના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું હતું.

Jagmal-Wala-Aam-Aadmi-joined-the-party.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *