ભારતીય ટપાલ વિભાગ દ્વારા ધોરણ ૮ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આગામી તા. ૦૧/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૦/૨૦૨૨ દરમિયાન ‘સ્ટેમ્પ ડિઝાઇન સ્પર્ધા‘ નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બાળકોએ પોતાનું નામ, શાળાના પ્રિન્સીપાલ મારફત અધિક્ષક ડાકઘરની કચેરી, જામનગર હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, બીજો માળ, ચાંદી બજાર, જામનગરને મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવા અધિક્ષક ડાકઘર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
