Gujarat

ભારતીય રેલ્વેમાં બે વર્ષથી બંધ પડેલી બ્લેન્કેટ અને પીલોની સેવા ફરી શરૂ

સુરત
ભારતીય રેલ્વેએ કોરોનાથી બે વર્ષથી બંધ પડેલી બ્લેન્કેટ-પીલોની સેવા ફરી શરૂ કરવાનો ર્નિણય લીધો છે. એસી કોચમાં હવે બ્લેન્કેટ-ઓશીકા અને ચાદર આપવામાં આવશે. એટલું જ નહીં, બારીઓ પર પણ પડદા લગાવવામાં આવશે. કોરોના હવે ખતમ થઈ ગયો છે. સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. તેને જાેતા રેલવેએ હવે ધીમે ધીમે કોરોના પ્રોટોકોલના નિયંત્રણો હટાવવાનું શરૂ કરી દીધું છે. કોરોનાને કારણે, ૨૨ માર્ચ ૨૦૨૦ થી, ટ્રેનોના એસી કોચમાં ધાબળા, તકિયા અને ચાદર આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. એસી કોચની બારીઓમાંથી પડદા પણ હટાવી દેવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના તમામ વિભાગોની સેંકડો ટ્રેનોમાં આ સુવિધા શરૂ થવા જઈ રહી છે. રેલ્વે મંત્રાલયે એક પત્ર જારી કરીને કહ્યું છે કે ટ્રેનોની અંદર લિનન, ધાબળા અને પડદાના સપ્લાયના સંબંધમાં લાદવામાં આવેલા નિયંત્રણોને રેલ્વે દ્વારા તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. ેશીકા અને ચાદરની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. ટ્રેનોમાં મુસાફરો પહેલાની જેમ એસી કોચમાં ધાબળા, ચાદર અને તકિયાની સેવાનો લાભ લઈ શકશે. બારીઓ પર પડદા પણ હશે. ે કોરોનાના કારણે વર્ષ ૨૦૨૦માં ટ્રેનના એસી કોચમાં ચાદર, ધાબળા અને ગાદલા આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનના જનરલ મેનેજરોને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે એસી કોચની અંદર લિનન, ધાબળા અને પડદાનો સપ્લાય તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે. આ અંગેની એક માહિતી રેલવે મંત્રી દર્શના જરદોષે પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે હવે પરીક્ષાઓ પછી વેકેશનનો માહોલ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વેકેશનમાં રજાની મજા માણવા ટ્રેનમાં જતા મુસાફરોને હવે તેનો પણ ફાયદો મળી શકશે. અને મુસાફરી વધુ આનંદદાયક અને આરામદાયક બની શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *