Gujarat

ભારત વિકાસ પરિષદ તેમજ રોટરી કલબના પદાધિકારીઓનું ડીસા જલારામ મંદિર ખાતે કરાયેલ સન્માન   

ગિરગઢડા
 ભરત ગંગદેવ
ડીસા નગરમાં દર ગુરૂવારે જલારામ મંદિરે સ્વનિવાસથી જલીયાણ પદયાત્રા,મહાઆરતી તેમજ ખીચડી-કઢીના પ્રસાદથી અનેરો જલીયાણ મેળો ભરાય છે.વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ પણ દર્શન, આરતી,પ્રસાદનો લાભ લઈ પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.
   તાજેતરમાં ગુરૂવારે ડીસાની ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના પ્રમુખ ભરતભાઇ પરમાર, મંત્રી ડો.પ્રધુમન અગ્રવાલ, રોટરી કલબ ડીસાના પ્રમુખ વિષ્ણુભાઈ શર્મા,મંત્રી હસમુખભાઇ પોપટ, ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખાના ઈન્ચાર્જ પ્રમુખ મેહુલભાઈ સોની,મંત્રી દિપકભાઈ માધવાણી તેમજ સૌ પદાધિકારીઓ જલારામ મંદિરે દર્શન માટે પધારતાં તેમનું ફૂલછડી તેમજ “જલારામ દર્શન “ગ્રંથથી વાજતેગાજતે દબદબાભેર સન્માન કરાયું હતું.
   આ શુભ અવસરે જય જલારામ ટ્રસ્ટ, જલારામ સત્સંગ મંડળ,જલારામ સેવા મંડળ તેમજ શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,નટુભાઈ વ્યાસ,દયારામભાઈ આર.ઠકકર, આનંદભાઈ પી.ઠક્કર, દિનેશભાઈ ચોકસી,બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર,શશીકાંતભાઈ ડી.ઠકકર, જયેશભાઈ દેસાઈ, કમલેશભાઈ રાચ્છ, આર.ડી.ઠકકર, પરેશભાઈ જીવરાણી,દીલીપભાઈ રતાણી સહિત ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભકતો ખાસ હાજર રહ્યા હતા.આ અવસરે મોટી સંખ્યામાં બહેનોએ પણ હાજરી આપી હતી.સૌએ મહાઆરતીમાં હાજરી આપી ખીચડી-કઢીના પ્રસાદનો લાભ લઈ જલારામ મંદિર ડીસાની સેવા,વ્યવસ્થા તેમજ આયોજનનાં ભરપેટ વખાણ કર્યાં હતાં.

IMG-20220708-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *