Gujarat

ભાવનગરના તસ્કરોએ ખાલી મકાનને નિશાન બનાવ્યું, ૪૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી

ભાવનગર
ભાવનગરના અકવાડામાં એક પરિવારના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું છે. તારીખ ૨૬.૧૧.૨૦૨૨ના રોજ આ પરિવાર તેમના મૂળ ગામ મીઠીવારડી ખાતે લગ્નપ્રસંગમાં ગયો હતો. જે બાદ ૧.૧૨.૨૦૨૨ના રોજ પોતાના ઘર અકવાડા ખાતે પરત ફરતાં ઘરના મેન દરવાજાનું તાળુ તુટેલુ હતું અને અંદર બધો જ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો, તેમજ તિજાેરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રુપિયા મળી આવ્યાં ન હતા. જેની અંદાજિત કિંમત ૪૭ હજાર ૨૦૦ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો. જે અંગે ફરિયાદીએ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ભાવનગરના અકવાડાની ચંદ્રપ્રકાશ રેસીડેન્સીનાં રહેતા અરવિંદ પ્રેમજીભાઈ દીહોરા/કોળી તારીખ ૨૬.૧૧.૨૦૨૨ના રોજ પોતાના પરિવાર સાથે તેમના ગામ મીઠીવારડી ખાતે કાકાના દીકરાના લગ્નમાં ગયાં હતા. ત્યારબાદ ૧.૧૨.૨૦૨૨ના રોજ લગ્ન પ્રસંગ પતાવી તેમના ઘર અકવાડા ખાતે પરત આવ્યાં હતા. જે બાદ ઘરના દરવાજા પાસે જાેયું તો ઘરના દરવાજાનો નકુચો તુટેલો હતો, તેમજ ઘરની અંદર બેડરુમનો દરવાજાે ખુલ્લો હતો અને અંદર બધો સામાન વેરવિખેર પડેલો હતો. ઘરના સભ્યોએ તેમના કિંમતી સામાન બાબતે તપાસ કરતાં સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રુપિયા મળી આવ્યાં ન હતા. જે ઘરમાંથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો. જે અંગે અરવિંદભાઇએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *