Gujarat

ભાવનગરના પાણીયાળી ગામે પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે ઝેરી દવા પીધી

ભાવનગર
તળાજા તાલુકાના પાણીયાળી ગામે રહેતો અને ખેત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા અશ્ર્‌વિન ચકા જાંબુચાએ આજ ગામના યશપાલ નામના શખ્સ પાસેથી હાથ ઉછીના રૂપિયા ૬ હજાર લીધા હતા. આ પૈસા સમયસર ચુકવી ન શકતા યશપાલે પઠાણી ઉઘરાણી કરી હતી અને જાે પૈસા નહીં આપે તો તેની વાડીએ ઉઠાવી જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપતા વ્યથિત યુવાને ઝેરી ઝંતુનાશન દવા ગટગટાવી લેતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ સમક્ષ યશપાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાણીયાળી ગામના યુવાને હાથ ઉછીના નાણાં લીધા હોય જે સમયસર ચુકવી ન શકતા શખ્સે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

The-young-man-fed-up-with-the-collection-swallowed-a-poisonous-drug.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *