Gujarat

ભાવનગરમાંથી દેશી કટ્ટા સાથે એક ઈસમને પકડી પાડતી એસઓજી

ભાવનગર
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ઈંગ્લિશ શરાબ, ગાંજાે સહિતના માદક પદાર્થોની હેરાફેરી તથા ગેરકાયદે ઘાતક હથિયારો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ અંકુશમાં રાખવા ઉપરાંત જાહેર શાંતિ-વ્યવસ્થા અકબંધ જાળવી રાખવા ભાવનગર શહેર-જિલ્લાની પોલીસ ટીમ વર્ક સાથે ચોવીસ કલાક ફરજરત હોય છે. એસઓજીની ટીમ શહેરમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ માહિતી આપી હતી કે શહેરના રસાલાકેમ્પ માં નવા ગુરૂદ્વારા પાસે રહેતો શખ્સ તમંચા જેવા શસ્ત્ર સાથે ફરે છે જે હકીકત આધારે જવાનોએ આ શખ્સ અંગે ખરાઈ કરી સરદારનગર ગુરૂકુળ પાસેથી કમલેશ ઉર્ફે ભૂરો તુલસીદાસ દુધિયા સિંધી ઉ.વ.૨૩ ને અટકાવી નામ-સરનામા સાથે અંગઝડતી હાથ ધરતા આ શખ્સના કબ્જા તળેથી દેશી તમંચો કિંમત રૂ.૧૦,૦૦૦ મળી આવ્યો હતો. આ હથિયાર અંગે લાઈસન્સ-દસ્તાવેજ માંગતા શખ્સ સંતોષકારક જવાબ ન આપી શક્તા એસઓજી ની ટીમે ભુરા ની ધરપકડ કરી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી હથિયાર-આરોપી ને બી-ડીવીઝન ને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના સરદારનગર વિસ્તારમાંથી એક શખ્સને રૂપિયા ૧૦ હજારની કિંમતના દેશી તમંચા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *