Gujarat

ભાવનગરમાં ગણપતિ બાપાના જયઘોષ સાથે પાંચમા દિવસે શ્રીજીનું વિસર્જન

ભાવનગર
ભાવનગર શહેર તથા તાલુકા, ગામડાઓમાં જે મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઘરે માટે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરતા હોય છે, એ લોકોએ પાંચ દિવસ સંપન્ન થતાં વિસર્જન કોળીયાકના દરિયા ખાતે કર્યો છે તથા જિલ્લામાં આવેલ વિવિધ જળાશયોમાં સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જાેવા મળી હતી. દર વર્ષે જાહેર તથા ઘરમેળે ગણપતિ ઉત્સવના આયોજનોમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે એ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવને લઈને આબાલવૃદ્ધ સૌવ કોઈ લોકોમાં અદમ્ય ઉત્સાહ જાેવા મળી રહ્યો છે લોકો એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન કરતા હોય છે, જે અંતર્ગત પાંચ દિવસ પૂર્ણ થતાં અનેક શ્રદ્ધાળુઓએ ગણપતિ વિસર્જનની શરૂઆત કરી છે. જેમાં ગણપતિ વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે, દર વર્ષે હજારોની સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે આજે સવારથી જ પ્રોફેશનલ તથા નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત રહેતા લોકો દ્વારા ગણપતિજીનું વાજતેગાજતે વિસર્જન કર્યું હતું.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *