Gujarat

ભાવનગરમાં ટ્રક સાથે કાર અથડાતા ૪ લોકોના મોત

ભાવનગર
ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર નં. ય્ત્ન૦૪ ઝ્રત્ન ૧૯૨૨ અને ટ્રક નંબર ય્ત્ન૦૩ છઢ ૬૧૫૩ વચ્ચે ધડાકાભેર અકસ્માતની દુર્ઘટના સર્જાઇ છે. સ્વીફ્ટ કારમાં સવાર ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા હતા બનાવને લઈ ૧૦૮ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. હાલ કારમાં સવાર ચાર લોકોના ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલાયા છે. ઘટનાને પગલે પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતકોના પરિવારજનોમાં આ કારમા બનાવને પગલે ભારે શોક વ્યાપી જવા પામ્યો છે.ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ આજે વહેલી પરોઢે સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના બની છે અને જેમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. કારમાં સવાર ચારેય લોકો નવાબંદરથી ભાવનગર તરફ જતા હતા અને ખાલી ટ્રક નવાબંદર કોલસા ભરવા જઈ રહી હતી ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *