ભાવનગર
ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતે યૂથ હોસ્ટેલ દ્વારા આજરોજ તત્કાળ બાળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યૂથ હોસ્ટેલ તત્કાળ બાળ ચિત્ર સ્પર્ધામાં ભાવનગરની વિવિધ શાળાઓના ધો.૧થી ૧૨ના ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર, ભેટ તેમજ નાસ્તો આપવામાં આવ્યો હતો, જેમાં સ્પર્ધાના જુદા-જુદા ૩ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું, દરેક વિભાગને આપવામાં આવેલા અલગ-અલગ વિષયમાંથી કોઈપણ એક ચિત્ર નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનું હતું. આ વિભાગો માંથી દરેક વિભાગમાં પાંચ -પાંચ ઇનામો નિર્ણાયકો દ્વારા પસંદ કરી ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ભાવનગરના કુવરીબા બ્રિજેશ્વરીબા ગોહિલ તેમજ રીજીઓનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડૉ.ગિરીશ ગૌસ્વામીના અધ્યક્ષ સ્થાને સ્પર્ધા યોજાઈ હતી, આ સ્પર્ધામાં જજ તરીકે ડૉ.અશોક પટેલ, રેખાબેન વેગડ અને શૈલેષ ડાભી એ તેમની સેવાઓ આપી હતી, યુથ હોસ્ટેલ તેના સામાજિક પ્રવૃત્તિઓ માની એક ચિત્ર સ્પર્ધા છેલ્લા ૨૦ વર્ષથી સતત કરે છે. આ સમગ્ર કાર્યક્રમ યુથ હોસ્ટેલ ભાવનગરના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
