ભાવનગર
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે પોલીસ પ્રજાની મિત્ર છે તે અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આજનો આધુનિક યુગમાં સોશ્યલ મીડિયાનો જમાનો છે. આજની યુવા પેઢી સોશ્યલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરે છે. જેથી સાઈબર ક્રાઈમનું જાેખમ રહે છે ત્યારે સાઈબર ક્રાઈમના ભોગથી બચવા અને ટ્રાફિક અવેરનેસ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલ સોશ્યલ મીડિયાનો જમાનો છે. લોકો સોશ્યલ મીડિયાનો ખુબ ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત તમામ બેન્કિંગ વ્યવહાર પણ ઓનલાઈન કરવામાં આવતા ઓનલાઈન નેટ બેન્કિંગના વ્યવહારો ખુબ વધ્યા છે. તેમાં પણ ખાસ કરીને વૈશ્ચિક મહામારી કોરોનાને કારણે નેટનો વપરાશ પણ ખુબ વધ્યો છે. આજના સમયમાં વિદ્યાર્થિનીઓએ ખુબજ સચેત રહેવાની જરૂર છે. સમયની સાથે ચાલવું જરૂરી છે પરંતુ આપણે કોઈ જગ્યાએ આ આધુનિક ઉપકરણોમાં ફસાઈ ના જાય તેની જાગૃતિ રાખવી ખુબ જરૂરી છે. એવા અસંખ્ય કિસ્સાઓ છે કે જેમાં વિદ્યાર્થિનીઓ કોઈ ને કોઈ માધ્યમથી તેની ભોગ બની હોય અને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. તમારી સાથે કોઈપણ આવી બાબત બને તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. આ ઉપરાંત ટ્રાફિકના પણ નિયમો છે અને તે નિયમોનું કેવી રીતે પાલન કરવું જરૂરી છે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ સેમીનારમાં ભાવનગરના એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર, સાઈબર ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર આઈરાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
