ભાવનગર
ગુજરાતમાં પ્રથમવાર ભાવનગર ખાતે બાસ્કેટબોલ લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ટુર્નામેન્ટમાં કુલ ૮૫૦ જેટલા પ્લયેર્સનું રજીસ્ટ્રે શન કરાવ્યું છે. જેમાથી ટુર્નામેન્ટ માટે ૨૫૬ પ્લયેર્સનું સિલેકસન કરવામાં આવ્યું છે. જેમાં ૧૨૮ છોકરા અને ૧૨૮ છોકરીઓની પસંદગી થયેલ છે. આ ટૂર્નામેન્ટમાં ટોટલ ૫૧૨ મેચ રમાડવામાં આવશે. જેમાં દરેક મેચ જુલાઈ માસના દર શની-રવિ રમાડવામાં આવશે. આ લીગમાં એક ટીમમાં ૪ પ્લેયર્સ હોય છે. આ અંગે ઈન્દ્રવિજયસિંહ ગોહિલ માહિતી આપી હતી કે આ ટુર્નામેટ્સમાં અલગ અલગ ચાર કેટેગરી રાખવામા આવેલી છે. જેમાં યુ ૧૪, યુ-૧૬, યુ-૧૮, યુ-૨૫ (સીનોયર) પ્લેયર્સનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ એક મહિનાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ૩×૩ બાસ્કેટ બૉલ ગેમનો સમાવેશ ૨૦૨૦ ની ટોક્યો ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો છે અને આ લીગ દ્વારા ટુર્નામેટ્સનું વિજન છે કે ભવિષ્યમાં ૩×૩ ગેમમાં ૨૦૨૪ માં પેરિસ ઓલમ્પિકમાં ઈન્ડિયા ક્વોલિફાઇ થાય અને તેમાં ભાવનગરનો ખેલાડી રમે તેવી અમારી આશા છે. ૨૦૨૧ ની બાસ્કેટબોલ લીગમાં ટોટલ ૫૧૨ પ્લેયર્સનું રજીસ્ટ્રેસન થયું હતું. જેની સરખામણી ૨૦૨૨ લીગમાં ટોટલ ૮૫૦ પ્લેયર્સે રજીસ્ટ્રેસશન કરાવ્યું હતું. તો આ લીગ દ્વારા ભાવનગરના બાસ્કેટબોલ ખેલાડીઓમાં જાગૃતતા જાેવા મળી છે. આ ટુર્નામેન્ટ માટે ટોટલ ૨૫૬ ખેલાડીઓ બે સેશનમાં દરરોજ ૮૦ મેચો રમાડવામાં આવશે.ભાવનગરના સિદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી એક મહિના માટે બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. નેશનલ લેવલ જેવી બાસ્કેટબોલ ઈવેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતનામાં સૌપ્રથમ વાર ભાવનગર બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે, આ ટુર્નામેન્ટ જુલાઈ માસના દર શનિવાર-રવિવારના રોજ બે સેશનમાં રમાડવામાં આવશે. આ લીગનો મુખ્ય ધ્યેય ભવિષ્યમાં ૩×૩ ગેમમાં ૨૦૨૪ માં પેરિસ ઓલમ્પિકમાં ઈન્ડિયા ક્વોલિફાઇ થાય અને તેમાં પણ ભાવનગર ખેલાડી સિલેક્ટ થાય તેવા ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.


