Gujarat

ભાવનગરમાં ૩ હજાર જેટલા જીએસટી નંબર રદ કરાયા

ભાવનગર
ભાવનગરમાં બોગસ બિલિંગના હજારો કરોડના કૌભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે જીએસટીના જાેઇન્ટ કમિશ્નર એમ.એ કાવટકરે જણાવ્યું હતું કે તપાસ કરતા બદઈરાદાઓ સાથે જીએસટી નંબર લેવામાં આવ્યા હોય એવા એક વર્ષમાં ૧૦૦૦ હજાર કરતાં વધુ જીએસટી નંબર ટ્રેસ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રૂ. ૧૪ હજાર કરોડ કરતાં પણ વધુનું બોગસ બિલિંગ ભાવનગરથી ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં ૧૩ કરતાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ તપાસ શરૂ છે. આ દરમિયાન સ્ટેટ જીએસટી અને જીએસટી દ્વારા ૩૦૦૦ જેટલા નંબરો રદ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં બોગસ બિલિંગમાં ભૂતકાળમાં કૌભાંડ બાબતે તપાસ દરમિયાન ૩૨ જેટલા અધિકારી અને કર્મચારીની બદલી કરવામાં આવી હતી. આ સમયે જાેઇન્ટ કમિશ્નરને બોગસ બિલિંગમાં ભાવનગર એ.પી સેન્ટર છે એમ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હવે જીએસટીના નિયમો કડક કરવામાં આવ્યા છે અને હવે ભાવનગર એ.પી સેન્ટર નહીં રહે. ગરીબ લોકો અથવા અભણ લોકો પાસેથી બોગસ નંબરો લેવડાવીને તેનો દૂર ઉપયોગ કરાયો હતો. સૌથી વધુ બોગસ બિલિંગ સ્ટીલ, કોપર તથા વેસ્ટમાં થાય છે કારણ કે આપડે ત્યાં આવી બધી ઇન્ડસ્ટ્રીઝ વધારે છે.ભાવનગરમાંથી છેલ્લા એક વર્ષમાં ૧૪ હજાર કરોડનું બોગસ બિલિંગ ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં ૧૩થી વધુ લોકોની બોગસ બિલિંગ પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે. બોગસ બિલિંગમાં ભાવનગર એ.પી. સેન્ટર બની ગયું છે. બોગસ બિલિંગના પગલે સ્ટેટ જીએસટી અને જીએસટી દ્વારા ૩ હજાર જેટલા જીએસટી નંબર રદ કરાયા છે, તેમજ એક હજારથી વધુ જીએસટી નંબર ટ્રેસ કરી તેમને નોટિસ આપવામાં આવી છે. નોંધનીય છે કે ભાવનગરમાં સૌથી વધુ બોગસ બિલિંગ કોપર, સ્ટીલ અને વેસ્ટ ઈન્ડસ્ટ્રીમાં જાેવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *