Gujarat

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યોનો બહુમાન કાર્યક્રમ.

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના સભ્યોનો બહુમાન કાર્યક્રમ.

ભાવનગર શહેર ખાતે શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા દર વર્ષે અષાઢી બીજના પાવન દિવસે ગુજરાત રાજ્યમાં બીજા ક્રમની મોટી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું છેલ્લા છત્રીસ વર્ષથી સફળ આયોજન કરવામાં આવી રહેલ છે.
શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ભાવનગર શહેર ખાતે આયોજીત કરવામાં આવતી રથયાત્રાથી ભાવનગર જીલ્લામાં ધાર્મિક અને કોમી એખલાસતા ભર્યુ વાતાવરણ ઉભું થયેલ છે. આ રથયાત્રામાં સામાજીક કુરિવાજો/વ્યસન દુર કરતાં તથા શિક્ષણને પ્રેરીત કરતાં સંદેશ વાળા ફ્લોટ્સ દ્વારા સમાજમાં જાગૃત્તિ લાવવાનું ભગીરથ કાર્ય દર વર્ષે આ રથયાત્રા માં કરવામાં આવે છે. આ રથયાત્રાના સફળ આયોજન માટે દર વર્ષે પોલીસ વિભાગ તરફથી ચુસ્ત બંદોબસ્ત પુરો પાડવામાં આવે છે, આ બંદોબસ્તમાં જોડાયેલ પોલીસ અધિકારી/કર્મચારીઓને નિર્વિઘ્ને અને કોઇ પણ અનિચ્છનીય બનાવ વિના રથયાત્રા શહેરના માર્ગો પર ચલાવી નિજ મંદિરે પહોંચાડવા માટે ટ્રસ્ટના સભ્યો તથા સ્વયંસેવકો તરફથી દર વર્ષે ખુબ સારો સહકાર મળેલ છે.
શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા આયોજીત રથયાત્રાના સફળ આયોજન માટે યોગદાન આપનાર ટ્રસ્ટના તમામ હોદ્દેદારોને ભાવનગર પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓની અધ્યક્ષતામાં પોલીસ કોન્ફરસ હોલ ભાવનગર ખાતે આવતી કાલે તા.૨૩/૦૬/૨૦૨૨ ના ક:૧૭/૦૦ વાગ્યે સન્માનિત કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *