ભાવનગર
ભાવનગર જિલ્લા પોલીસ ને મળી મોટી સફળતા, તળાજામાં આવેલા દિનદયાળ નગરમાં રહેતો અને હાલ ભાવનગના ભરતનગર રહેવા આવેલ ચોરને એલસીબી તથા પેરોલફર્લો સ્કવોડે ભરતનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ ચોર જામીન પર મુક્ત થયા બાદ નાસતો ફરતો હતો. આ ઘટના અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલા દિનદયાળ નગરનો વતની અને થોડા સમયથી શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ સોસાયટીમાં રહેતો રાજુ જીણા ગોહિલ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં આઈપી કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી રાજુટોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો. આ દરમિયાન આ ચોર જામીન પર મુક્ત થયો હતો અને પેરોલ પૂરાં થયે ફરી જેલમાં હાજર થવાના બદલે નાસતો ફરતો હતો. ત્યારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પેરોલફર્લો સ્કવોડને મળેલી ચોક્કસ બાતમી આધારે રાજુટોપીને ભરતનગર તેના ઘરેથી ઝડપી ભરતનગર પોલીસને હવાલે કર્યો હતો અને તળાજા પોલીસને જાણ કરતાં આ ચોરનો કબ્જાે લેવા તજવીજ હાથ ધરી હતી.