ભાવનગર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતર કોલેજ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતું, જેના ભાગરૂપે આજરોજ આંતર કોલેજ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતર કોલેજ સ્પર્ધા ભાવનગર સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર યુનિવર્સિટીમાં જુદી જુદી ૨૧ કોલેજની ૬૦ જેટલા ખેલાડીઓ ભાગ લીધો છે. જેમાં ૨૧ ભાઈઓ ૩૯ બહેનોએ જુડોની સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં ભાઈઓ કરતા બહેનોમાં ઉત્સાહ વધારે જાેવા મળી રહ્યો છે, બહેનોએ રમતગમતમાં મેદાન મારશે તેમ લાગી રહ્યું છે. આંતર કોલેજ રમતોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે દરરોજ જુદી જુદી રમતો રમવામાં આવી રહી છે જેના ભાગરૂપે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં જુદી જુદી ૨૧ કોલેજના ૬૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ભાઈઓ કરતા બહેનોની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે, દરેક વેઇટમાં જે ખેલાડીઓ વિજેતા થશે તેઓ આગામી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેશે, જે ભાવનગર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.

