Gujarat

ભાવનગર યુનિવર્સિટીમાં ગેરરીતિ સામે યુથ કોંગ્રેસના આક્ષેપ

ભાવનગર
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીઓ આવી રહી છે ત્યારે તમામ પક્ષો આક્ષેપો પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે ત્યારે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટીમાં થતાં છબરડા, ગેરરીતિઓ તેમજ કાયદા અને નિયમોને નેવે મૂકી રાજકીય ઇશારે કામગીરી થતી હોવાના આક્ષેપ યુથ કોંગ્રેસ અને એન એસ યુ આઈ દ્વારા કરવામાં આવ્યા હતા. ઇ.સી.ની નિમણુક સ્ટેચ્યુ મુજબ થવી જાેઇતી હતી પરંતુ કુલસચિવને કોઈ કામના બહાને ગાંધીનગર બોલાવી વિટો પાવર વાપરીને નિમણુંક કરવામાં આવી. કુલપતિને પૂછી છે. જ્યારે આ સિંડીકેટ કમિટીમાં જે સિનિયર પ્રોફેસર હોઈ તેની નિમણુંક થવી જાેઈએ પરંતુ ૨૦૦૭માં પ્રોફેસર તરીકે લાગેલા સિનિયર પ્રોફેસરની જગ્યા એ ૨૦૧૨માં લાગેલા પ્રોફેસરની નિમણુક કરવામાં આવી તેવો આક્ષેપ કરાયો છે. સરકારમાં ચર્ચા કર્યા વગર સિંડીકેટ સભ્યની ચૂંટણી કરવામાં આવી આ નિમણૂકો કોના ઇશારે થાય છે તેની તપાસની માંગ કરી છે અને સાથે દર વર્ષે ૨.૫ કરોડના ટેન્ડર આઉટ સોર્સિંગ અને સિકયુરિટીના બહાર પાડવામાં આવે છે. હમણાં જ કિરણ સિકયુરિટી સર્વિસને સિકયુરિટીના ઓનલાઇન ટેન્ડરના ફક્ત ૨ પૈસાની ભૂલ કરી છે જેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે પરંતુ બીજા વેન્ડરોએ ૧ પૈસાની ભૂલ કરી તેવા ટેન્ડર ભરનાર વેન્ડરોના ટેન્ડરને રદ કરવામાં આવ્યા છે આ ટેન્ડર બાબતે તમામ તપાસ થવી જાેઈએ. બીજું આઉટ સોર્સિગનું ટેન્ડર એક એજન્સીને આપવામાં આવ્યું છે જે કેલ્ક્યુલેશન શીટમાં સરકારના જીએસટી ૧૮ ટકા મુજબ ૮૦ રૂપિયા થતો હોય પરંતુ ૬૫ રૂપિયા લખેલ છે આ એક તપાસનો વિષય છે. ઇન્ચાર્જ વીસી આવ્યા બાદ ૧૫ અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી તે તમામ કમિટીઓમાં ૨ નામ તમામ કમિટીઓમાં કોમન છે. તેમાં તપાસ જરૂરી છે. પદવીદાન સમારોહમાં મંડપ અને ડોમ બનાવવા માટે ૨૬ લાખ ચૂકવવામાં આવ્યા આ કામ વગર ટેન્ડરે આપી દેવામાં આવ્યું. જાે આ તમામ વિષયોમાં વીસી દ્વારા ૭ દિવસમાં તપાસ કરવાના આદેશો આપવામાં નહિ આવે તો યુથ કોંગ્રેસ અને એસ યુ આઈ યુનિવર્સિટીના કેમ્પસમાં આશ્વર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી અપાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *