Gujarat

ભાવનગર યુનિ.માં એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને કેરી ફોરવર્ડનો લાભ આપવાની માંગ

ભાવનગર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જાે માગ નહી સ્વીકારવામાં આવે તો આગામી ૪૮ કલાકમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ એબીવીપીના સભ્ય જલદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. ભાવનગર યુનિવર્સિટીમાં ૨૦૨૦-૨૧ ના વર્ષમાં અંદાજે ૧૪ હજાર વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા. જેમાંથી આ વર્ષેથી યુનિવર્સિટી દ્વારા કેરી ફોરવર્ડનો લાભ બંધ કરવામાં આવ્યો છે, જેનાથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાેખમાય શકે છે. ત્યારે આ અંગે ૪૮ કલાકમાં વિચારણા કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓને કેરી ફોરવર્ડનો લાભ આપવાની માંગણી કરી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૨૦-૨૧ ના વિદ્યાર્થીઓને જે રીતે કેરી ફોરવર્ડનો લાભ આપવામાં આવ્યો છે તે જ રીતે ૨૦૨૧-૨૨ના વિદ્યાર્થીઓને પણ કેરી ફોરવર્ડનો લાભ આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.

Maharaja-Krishnakumar-Singhji-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *