Gujarat

ભાવિ શિક્ષકો અને અધ્યાપકોનો રાજ્યકક્ષાનો રમતોત્સવ 2022 રાજકોટ ખાતે યોજાયો

જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ડાયેટ રાજકોટના યજમાને રાજ્યભરની ડી.એલ.એડ સંસ્થાઓના તાલીમાર્થીઓ અને અધ્યાપકોના રાજયકક્ષાના રમતોત્સવ 2022નું સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ, સૌરાષ્ટ્ર યુનિ ખાતે 14 અને 15 માર્ચ 2022 દરમિયાન ભવ્ય આયોજનમાં જી.સી.ઇ.આર.ટી.ના સચિવશ્રી વી.આર.ગોસાઈ, વા.ચાન્સેલર ડૉ ગિરીશ ભીમાણી, ડૉ.જતિન સોની અને ડૉ. ભરત રામાનુજ વગેરેની ઉપસ્થિતિ રહી અને મહેમાનોના વરદ હસ્તે  આ રમતોત્સવ શુભારંભ થયો.
જીસીઈ આર ટી ના ડૉ.અખિલ ઠાકર , ડૉ રવેસિંહ ડાયેટ રાજકોટના પ્રાચાર્ય શ્રી મીનાક્ષીબેન રાવલના કુશળ માર્ગદર્શન થકી કન્વીનર  ડૉ હેમાંગી તેરૈયાએ અને એમની શિક્ષક ટીમે ભારે જહેમત ઉઠાવી આ રમતોત્સવને સફળ બનાવવા ખૂબ સુંદર આયોજન હાથ ધર્યું. જેમાં 700 જેટલા રમતવીરો માટે રહેવા, જમવા, એનર્જીડ્રિન્ક સાથે વોલીબોલ, ખોખો, દોડ, કુદ, ફેંક અને ટેબલટેનિસ જેવી રમતોની હરીફાઈ યોજાઈ. આ રમતોત્સવમાં અધ્યાપકગણમાં અત્રેના કન્વીનર ડૉ.હેમાંગી તેરૈયાએ ગોળાફેંક અને ચક્રફેંક બન્નેમાં પ્રથમ ક્રમાંકે તેમજ જાનીસર અને પુરોહિતસર  ટેબલટેનિસમાં દ્વિતિય અને તૃતિય રહ્યા. આ સાથે અત્રેની તાલીમાર્થી માલકીયા ભૂમિ 100મી. દોડ તેમજ રાઠોડ પ્રભાએ 50 મી.દોડ, ગોળાફેંક અને ચક્રફેંકમાં પ્રથમ આવીને રાજકોટ ડાયેટની નામના વધારેલ છે. આ સાથે દરેક જિલ્લા અને સંસ્થાના વિજેતા રમતવીરોને સચિવશ્રી ગોસાઈ સર, ડૉ. નેહલ શુકલ, ડૉ અખિલસર, ડૉ.રવેસિંહ પરમાર, મીનાક્ષીબેન રાવલ, શાસનાધિકારી પરમાર સર અને રેફરી દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા એ પ્રમાણેની રમતોત્સવ કન્વીનર ડૉ.હેમાંગી તેરૈયાની યાદી જણાવે છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1647764586322.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *