ભુજ
ભુજ શહેરના પશ્ચિમ ઉત્તર દિશાએ આવેલા દેશળસર તળાવમાંથી જલકુંભી દૂર થયા બાદ તેના પાણી હવે સ્પષ્ટ દેખાતા થયા છે. જેની સાથે તેમાં કોઈ પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. હતભાગી સાથે અકસ્માત, દુર્ઘટના કે આત્મહત્યા ઘટી છે કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ શરૂ કરાઇ છે. અલબત્ત ફાયર વિભાગને આ વિશેની જાણ થતા ફાયર ઓફિસર ઈન્ચાર્જ સચીન બી પરમાર, ફાયર ડિસીઓ, સાવન ગોસ્વામી, વિશાલ ગઢવી, રક્ષિત ઢોલરીયા, સુનીલ મકવાણા, યશપાલ સિંહ વાઘેલા, જયભટ્ટી, પીયૂષ સોલંકી, રમેશ શંકર લોહરા વગેરેએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર લાવવા જહેમત લીધી હતી.ભુજ શહેર ખાતે આવેલા ઐતિહાસિક દેશળસર તળાવમાંથી કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ પાણીની સપાટી પર તરતી હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ પોલીસમાં કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહને બહાર લાવી પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક કોઈ યુવા વયનો વ્યક્તિનું હોવાનો મત ઉપસ્થિત લોકોએ વ્યક્ત કર્યો હતો.
